TRENDING NEWS
Back to news
08 Aug, 2025
Share:
અફઘાની ચરસ વેચવાના પ્રયાસમાં બે આરોપીને સ્પેશિયલ કોર્ટે 12-12 વર્ષની સજા ફટકારી
@Source: bombaysamachar.com
ભુજ, કચ્છઃ કચ્છના અબડાસાના સાગરકાંઠે આજથી ચાર વર્ષ અગાઉ અફઘાની ચરસના 13 જેટલા બિનવારસી પડીકાઓ મળી આવ્યાં હતા. આનું સ્થાનિક બજારમાં વેંચાણ કરવાની પેરવી કરી રહેલા અને મુદ્દામાલ સાથે ઝડપાયેલા મામદ હુસેન સમા અને મુસ્તાક અલીમામદ સુમરાને સ્પેશિયલ અદાલતે ગુનેગાર માનીને 12-12 વર્ષની સખત કેદ સજા અને બે-બે લાખનો દંડ ફટકાર્યો છે. નકલી ગ્રાહકોનું છટકું ગોઠવી પોલીસે આરોપીઓને દબોચ્યા આ કેસની વિગતે વાત કરવામાં આવે તો, 29મી નવેમ્બર 2021ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી પૂર્વ બાતમીના આધારે દરિયા કાંઠેથી બિનવારસુ ચરસ વેચવા નીકળેલા મામદ સમાને નકલી ગ્રાહકોનું છટકું ગોઠવી ભુજમાં ખારીનદી પાસે પાંચ ચરસના પેકેટ સાથે ઝડપી લીધા હતાં. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ જથ્થો તેના મિત્રો મુસ્તાક અલીમામદ સુમરા અને કાસમ અલીમામદ સુમરા, આમદ ઉર્ફે અધાયો ઉર્ફે ફ્રન્ટી સિધિક મંધરા વેચાણ માટે આપી ગયા હતાં. મુસ્તાકની પૂછપરછ કરવામાં આવતા ખેતરમાં સંતાડેલા વધુ આઠ ચરસના પેકેટ મળી આવ્યા હતાં. બે આરોપીઓને 12-12 વર્ષની સખત કારાવાસની સજા આ આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસના અંતે અન્ય આરોપીઓ સાથે ચાર્જશીટ દાખલ થતાં આ કેસ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના છઠ્ઠા અધિક સેશન્સની અદાલતમાં ચાલી જતાં જજ વિરાટ અશોક બુદ્ધે મામદ તથા મુસ્તાક પાસે માદક પદાર્થ ચરસ મળતાં ગુનેગાર માનીને 12-12 વર્ષની સખત કારાવાસની સજા તથા બે-બે લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. અન્ય આરોપીઓને કોર્ટે છોડી મૂકવા હુકમ કર્યો આ ઉપરાંત અન્ય આરોપી વિજય સિદિક કોલી (સુથરી), આમદ ઉર્ફે અધાયો ઉર્ફે ફ્રન્ટી સિધિક મંધરા (સુથરી) અને કાસમ અલીમામદ સુમરા (સુથરી)ને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ ડી.જે. ઠક્કરે કોર્ટરૂમમાં હાજર રહીને દલીલો કરી હતી. જે બાદ આરોપીઓને સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આપણ વાંચો: 62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ખંખેર્યા, એક મહિલા સહિત ત્રણની ધરપકડ
For advertisement: 510-931-9107
Copyright © 2025 Usfijitimes. All Rights Reserved.