TRENDING NEWS
Back to news
11 Mar, 2025
Share:
Gujaratમાં આજે આ 9 જિલ્લામાં છે લૂ નું એલર્ટ, AMCએ હીટવેવ એક્શન પ્લાન રજૂ કર્યો…
@Source: bombaysamachar.com
Gujarat Weather Update: ગુજરાતમાં આ વર્ષે માર્ચ મહિનાથી જ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. ત્યારે અમદાવાદ અને સુરત સહિત રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આ શહેરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. Also read : Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો… ગુજરાતમાં આ વખતે ગત વર્ષની સરખામણીએ 16 દિવસ વહેલા ગરમીની શરૂઆત થઈ છે. ગત વર્ષે 26 માર્ચે અમદાવાદમાં ગરમીનો પારે 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ વર્ષે 10 માર્ચે જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં પડી રહેલી ભીષણ ગરમીને કારણે અમદાવાદ શહેર મનપાએ હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નવ જિલ્લામાં હીટ રેડ એલર્ટ રાજ્યમાં સોમવારે ભુજ શહેરમાં સૌથી વધુ 42 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આજે નવ જિલ્લામાં હીટ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ત્રણ દિવસ સુધી કોઈ ફેરફાર નહીં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ તે પછી, મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. રાજસ્થાનમાં એન્ટિ-સાયક્લોનિક સિસ્ટમના કારણે તાપમાનમાં વધારો હાલમાં રાજસ્થાનના ઉત્તરપશ્ચિમ ભાગમાં એક એન્ટિ-સાયક્લોનિક પરિભ્રમણ સક્રિય થયું છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો છે. બીજી તરફ, એક પશ્ચિમી વિક્ષેપ પણ પસાર થઈ રહ્યો છે, જેના કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોના ઉપરના વાતાવરણમાં છૂટાછવાયા વાદળો જોઈ શકાય છે. આના કારણે બફારા જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. પરંતુ આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. Also read : હોળી પૂર્વે ગુજરાતમાં હીટવેવ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી AMCનો હીટવેવ એક્શન પ્લાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસની અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટવેવ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુ દરમિયાન ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે. વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી 500થી વધુ વોટર સ્ટેશન શરૂ કરવામાં આવશે. BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. AMTS-BRTS ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગને ORS પેકેટ પૂરા પાડવામાં આવશે. બપોરે 12:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી મહત્વપૂર્ણ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. ગરમી સંબંધિત બીમારીઓ અને હીટ સ્ટ્રોકના કેસોનો સામનો કરવા માટે AMC સંચાલિત જનરલ હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના બધા બગીચા રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રેડ એલર્ટ દરમિયાન શહેરમાં ચાલી રહેલા તમામ બાંધકામ સ્થળો બપોરે 12.00 થી સાંજે 4.00 વાગ્યા સુધી બંધ રહેશે. કોર્પોરેશનની માલિકીની ઓન-ફિલ્ડ સાઇટ્સ પર પણ આ તકેદારી રાખવામાં આવશે.
For advertisement: 510-931-9107
Copyright © 2025 Usfijitimes. All Rights Reserved.